Gujarati Shayari - gujarati shayari no khazano

જ્યાં પ્રેમ નથી થઈ દુનિયા કેવી હોય છે, એની કલ્પના આપણે કરી શકીએ ને  પ્રેમ માં બેવફાઈ કોઈ કરે તો, પછી પૂછવાની જરૂર નથી, કેમ કે પ્રેમ તો ભરોસા નું અને વિશ્વાશ નું નામ હોય છે, અને જ્યારે કોઈ ભરોસો તોડી નાખે ત્યારે કેવો આઘાત લાગે છે, અને આખી દુનિયા વિરાન લાગે છે.


બેવફાઈ ની શાયરીઓ નો ખઝાનો ગુજરાતી માં લઈને અમે આવતા રહીશ, તમે અમારા ચેનલ ને સબસકારાઇબ કરી લો, તો તમને બધી વિડિઓ ની જાણકારી મળતી રહેશે।

gujarati shayari

તમે પણ કોઈ ને પ્રેમ કરો તો બેવફાઈ ના કરતા કારણ કે, ધોખો આપશો તો તમને પણ ધોખો જ મળશે આ કુદરત નો નિયમ છે, જેવું કરશો તેવું ભરશો, મારી પોતાનો અનુભવ છે, કે સારું કરવા વાળાઓ નું સારું જ થાય છે, અને બેવફાઈ કરવાની જરૂર શું છે, તમે પહેલા જ કહી નાખો કે હું પ્રેમ નથી કરતો કે કરતી, પ્રેમ કર્યા પછી આવું કરવું એટલે ખોટું છે. 


  નસીબ નો ખેલ 

  તકદીર હોય તો, મહલ અને ગાડી મળે 
  ખરાબ હોય નસીબ તો, ખાવાની ખોટ પડે 
  અને રહેતા નથી સદાએ, એક દિવસ સરખા 
  કિસ્મત હોય જબરી તો, જંગલ માં લોટ મળે 

  taqdeer hoy to, mahal ane gaadi male
  kharab hoy naseeb to, khavani khot pade
  ane raheta nathi sadaaye, ek divas sarkha
  kismat hoy jabari to, jangal ma lot male  બેસીને શું થશે, ચાલ, મંજિલ નો સફર કરીએ 
  બેસવા થી વાયા દિવસ જશે, ચાલ ડગલું ભરીએ 
  કદાચ થાય એવું કે મંજિલ, પોતે ચાલીને આવે 
  પણ જ્યાં જવું છે તેનું, મનમાં સ્વપન તો ભરીએ 

  Besine shu thase chaal, manzil no safar kariye
  Besva thi vaaya divas jashe, chaal daglu bhariye
  Kadach thay evu ke manzil, pote chaline aave
  Pann jya javu chhe tenu, manma swapan to bhariye


  અંધારું હોય રાત હોય, કે વરસાદ ઘનઘોર હોય 
  ચાલવું તો પડશે જ તને, બેસવા થી વાર હોય 
  મનની ધારણા પાકી હોય, તો મળવાનું બધું જ તને 
  મેહનત કિસ્મત થી છે આગળ, એમાં ન ફેર બદલ હોય 

  Andharu hoy raat hoy, ke varsaad ghanghor hoy
  Chalvu to padshe ja tane, besva thi vaar hoy
  Man ni dhaarna paaki hoy, to malvanu badhu ja tane
  Mehanat kismat thi chhe aagal, emaa na pher baddal hoy


  પ્રેમ તો સંજોગ છે 

  તારા હાથમાં મારો હાથ હતો, અને દુનિયાની કોઈ ન વાત હતી 
  તારા વિના એકલડી લાગતી, આ લાગણીયો ની વાત હતી 
  સંગાથ હતો તારો તો લાગતું કે, હું જીતી ગયો છું આ જગ 
  અને વિના તારે લાગે એવું, કે આ સપનાની વાત હતી 

  Taara haath maa maro haath hato, ane duniyani koi na vaat hati
  Taara vina ekaldi laagti, aa laaganiyo ni vaat hati
  Sangaath hato taaro to laagtu ke, hu jeeti gayo chhu aa jag
  Ane vina taare laage evu, ke aa sapnani vaat hati


  પ્રેમ તો જીવન નો એ ક્ષણ છે, જેમાં જીવન સમેટી શકાય 
  કોણ છે પોતાનું ને કોણ પારકું, એ પલ માં જાણી શકાય 
  પ્રેમ હોય તો બધું એવું લાગે, કે કિસ્મત મારી ગુલામ છે 
  અને પ્રેમ વિનાની દુનિયા માં, જીવી પણ ન શકાય 

  prem to jivan no a kshan chhe, jema jivan samet shakaay
  kon chhe potaanu ne kon parku, e pal maa jaani shakaay
  prem hoy to badhu evu laage ke, kismat maari gulam chhe
  ane prem vina ni duniya maa, jivi pan na shakaay


  કેમ કરીને તારી યાદોને, આ દિલથી ભુલાવુ 
  છે કોણ તું મારી તને, કેમ કરી હું બતાવું 
  તું હશે જ્યાં પણ ત્યાં તને, ખુશીયો ની મૌજ રહે 
  જીવન માં પ્રેમ સમર્પણ છે, તને કઈ રીતે સમજાવું

  kem karine taari yaadone, aa dilthi bhulavu
  chhe kon tu maari tane, kem kari hu bataavu
  tu hashe jya pan tyaa tane, khushiyo ni mouj rahe
  jivan maa pan samarpan chhe, tane kai reete samjaavu


  આજે ફરિયાદ છે 


  તે વાતો તારી મને, આજે પણ યાદ છે 
  કેમ સમજી ન શક્યો, આજે ફરિયાદ છે 
  તારો પ્રેમ તારી લાગણી, નિસ્વાર્થ પ્યાર હતો 
  તડપી રહ્યો છું આજે, તારા વિના જિંદગી બરબાદ છે 

  te vaato taari mane, aaje pan yaad chhe
  kem samji na shakyo, aaje fariyaad chhe
  taaro prem taari laagani, niswarth pyar hato
  tadpi rahyo chhu aaje taara vina, jindagi barbaad chhe


  તું આવી, બૈઠી, જોયું, અને જોતી જ રહી 
  કેવો પ્રેમ હતો આંખોમાં, તું ખોતી  જ રહી 
  મને ખબર પણ નહોતી, કે તું પ્રેમ કરે છે 
  અને આજે પછતાવો સિવાય, કાંઈ બાકી ન રહી 

  tu aavi, baithi, joyu, ane joti ja rahi
  kevo prem hato aankhoma, tu khoti ja rahi
  mane khabar pan nahoti, ke tu prem kare chhe
  ane aaje pachhtavo sivay, kaai baaki na rahi


  કાશ હું સમજ્યો હોત, તો તું મારી બનતી 
  આજે મારી જિંદગીની, કહાની જુદી બનતી 
  આ દુઃખ તડપ વીરાની, આ બૈચેની આ યાદ 
  કાશ તારો સાથ મારી, મારી જિંદગી બનતી 

  kaash hu samjyo hot, to tu maari banti
  aaje maari jindagini, kahani judi banti
  aa dukh tadap virani, aa baicheni aa yaad
  kaash taaro saath mari, maari jindagi banti


  તારો પ્રેમ મારા માટે, જીવન નો આનંદ છે 


  તારો પ્રેમ મારા માટે, જીવન નો આનંદ છે 
  તારો સાથ મારા હૈયા ની, ધડકન છે 
  તું છે, તો છે બધું, તારા વિના દુનિયા વિરાન છે 
  તારા હેતના કારણે, શ્વાશ નો વેગ છે 

  સંગાથ તારો હોય તો, દુનિયા છોડી દુ 
  જીવન નો હર ક્ષણ, પ્રેમ થી મોડી દુ 
  તું જીગર નું કાળજું, મારી જાન છે 
  હું છું ફક્ત તન અને, તું મારો પ્રાણ છે 

  આવીજા કે આ જગ, તારા વિના સૂનું લાગે 
  મારુ એક ડગલું પણ, સાથ તારો જ માંગે 
  આ પરાકાષ્ઠા છે કે, પ્રેમ ની લાગણી છે 
  પ્રેમ તો અર્પણ છે તો, કેમ આ મારી જાન માંગે 


  બેવફા, તું મારી મૌત નો, સામાન કરી ગઈ 


  બેવફા, તું મારી મૌત નો, સામાન કરી ગઈ
  વાદો કરીને સનમ તું, જબાન થી ફરી ગઈ 
  શું હતી કમી શું ભૂલ થઇ, બતાવી તો જા 
  કે લાજ શરમ પણ તારી, આજે મરી ગઈ 

  દૌલત તો આજે છે, કાલે ના પણ હોય 
  આ રૂપ આ યૌવન, કાલે ના પણ હોય 
  ભૂલ તે મોટી કરી, ઠુકરાવી ને પ્યાર મારો 
  તડપી રહ્યો છું જેમ હું, કાલે તારી દશા પણ હોય 

  ધોકો કર્યો તે આજે તો, તને ધોકો જ મળશે જાન
  બરબાદ જિંદગી કરીને, તને ક્યાંથી મળશે ચૈન 
  બદદુઆ આ દિલની તને, બરબાદ થાશે તું 
  સારું થયું દુનિયાનો રંગ, તું બતાવી ગઈ જાન 


  પૈસા ની ખાતીર કરી બેવફાઈ


  પૈસા ની ખાતીર કરી બેવફાઈ
  બોલતી તો પૈસા નો ઢેર કરી દેત 
  શું છે આ ગાડી ને શું છે આ બંગલા 
  તને આખી દુનિયા ની સૈર કરી દેત 

  દિલડું તે મારું જે ચોરી નાખ્યું 
  ખેલ ખેલી એને તે તોડી નાખ્યું 
  છેતરી લીધો તે મને ભોળો હતો હું 
  કેહવા જેવું બાકી તે કાંઈ ના રાખ્યું 
  કહીને જો જોતી હું લીલા લેર કરી દેત 

  એવું નથી કે મને કોઈ નથી મળતું 
  દિલડાની વાત છે કે, કોઈ નથી ગમતું 
  તારા સિવાય જગ, લાગે છે અજાણ્યું 
  નામ વિના તારે બીજું, નામ નથી ફાવતું 
  ધોકો ન કરતી તો હું, જાન આપી દેત 

  બેવફાઈ તું કરશે જ 


  બેવફાઈ તું કરશે એની, ખાતરી હતી મને 
  તોય આંખો બંધ રાખી, ભેદ આપ્યા તને 
  અને કોણ કરે છે સાચો, પ્રેમ કોઈ થી આજે 
  લોકોએ સમજાવ્યો હતો તોય, પ્રેમ કર્યો તને 

  હું ભૂલી ગયો તો કે, આ દુનિયા ખોટી છે 
  અને પૈસા જોઈએ, દિલ ની ઘણી છોટી છે 
  કહેવાનો નહતો પણ, આજે કહી રહ્યો છું 
  કે બધાને ચેહરા પાર હસીને, અંદર ઝહેરની વટી છે 

  ક્યાં સુધી ધોખો ન મળે, ત્યાં સુધી બધું સારું લાગે 
  પારકાને પણ પોતાના માનીએ, આ જગ બધું મારું લાગે 
  હજી ખબર નથી તમને કે, ગુલાબમાં પણ કાંટા હોય છે 
  વેધી ના નાખે જ્યાં સુધી આંગળી, ફુલડું દૂર થી પ્યારું લાગે 


  ભવો ભવ નો સાથ ટુટી જશે 


  ભવો ભવ નો સાથ હશે, કે બે પલ માં ટુટી જશે 
  કોણ જાણે કિસ્મત ના લેખ, બીજી પળે શું થશે 
  ક્યાં હતી ખબર કે તું મળશે, મારુ જીવન બદલશે 
  અને આવશે વાવાઝોડું દુઃખોનું, અમને જુદા કરી જશે 

  જો વરસતી આંખો, જાણે ચોમાસુ ઘોઘમાર છે 
  તને છે ક્યાં ખબર, તારા સમજવા માં વાર છે 
  લખેલું એનું ક્યાં મટે, એ તો તલવાર ની ધાર છે 
  તું પણ સમજી જઈશ, તું તો સમઝદાર છે 

  ક્યાં હશે તું ને ક્યાં હું, એ જાણે છે કોણ 
  બધું પલમાં બદલે જયારે, ચલાવે એ બાણ 
  મારી હારે રહીશ કે બીજાની, કોણ જાણે 
  શું થશે તારું મારુ, એ કોણ જાણે 

  કેવી બેવફા થી પ્રીત લગાવી 


  વરસો ગયા વીતી ને, મારી યાદ ન આવી 
  કેવી બેવફા થી મેં, પ્રીત આ લગાવી 
  તારા છૂટાછેડા થયા, ને મારા છેડા છુટા થયા 
  તારી યાદો ની મેહફીલ, હજી પણ મનમાં સજાવી 


  જા જવું છે તો જા, તને આજાદ કરું છું 
  તારી પાછળ કેમ, હું જિંદગી બરબાદ કરું છું 
  વફા હોટ તારા માં તો, એવું કામ ન કરતી 
  તારી જાત છે બેવફાની, તને માફ કરું છું 

  મને તો છેતર્યો હવે, બીજાને ના છેતરતી 
  જે કર્યું કામ મારી સાથે, બીજા સાથે ના કરતી 
  હું તો ભરોસા માં મર્યો, આંધળો બનીને જાન 
  પણ બીજા કોઈના, મારા જેવા હાલ ના કરતી 

  ક્યાં જન્મ નો બદલો આ જન્મ માં લીધો 


  તારો વાદો સાત જન્મ નો, બેવફા તોડી દીધો 
  ક્યાં જન્મ નો બદલો તે, આ જન્મ માં લીધો 
  જુઠા તારા પ્યાર ની તે, ઝૂઠી વાત હતી 
  તોય બેવફા તારા પર, મેં ભરોસો કરી લીધો 

  એમ ન સમજ કે તું એક જ છે, બધા થી સુંદર 
  તારા કરતાંય વધારે છે, આ દુનિયાની અંદર 
  મેં પ્રેમ તારાથી કર્યો, એ ભરોસા ની વાત છે 
  અને છળ કર્યું તે મારી સાથે, મારી દીધું ખંજર 

  કોણ છે વફાદાર ને, કોણ બેવફા છે 
  કોણી મનની અંદર, ભરેલા દગા છે 
  સમ છે તને તારા જ, તું સાચું કહેજે 
  દિલ તોડી ને મારુ, તને ખુબ મજા છે 

  દોસ્ત હતો તો લૂંટી કેમ ગયો 


  અતૂટ હતો રિશ્તો તો, તૂટી કેમ ગયો 
  સાથ હતો જીવન ભરનો તો, છૂટી કેમ ગયો 
  ખજાનો ખૂટી ગયો વફાનો, કે બીજું મળ્યું 
  હતો દોસ્ત તો એ દોસ્ત, લૂંટી કેમ ગયો 

  ભરોસો કોઈના પર કેમ કરી શકાય, બધા જ બેવફા છે 
  મારી કિસ્મત ની વાત જુદી છે કેમ કે, એ મારાથી ખફા છે 
  મનમાં શું છે કોઈને જાણી શકાય નહિ, ભરેલા એમાં દગા છે 
  અને મળ્યા મને જેટલા પણ તે, બધા જ બેવફા છે 

  બોલે તો એવા કે જાણે, ખાંડ ની દુકાન છે 
  થાકતા નથી એ કદી, કરતા વખાણ છે 
  હમદર્દી ની કમી નથી, જાણે પાડોસી નું મકાન છે 
  અંદર ભરેલો દગો અને, મોઢે મુસ્કાન છે 

  તું બદલી ગઈ એટલી 

  તું તો ચાહે છે કે હું, તારાથી જુદો થાઉં 
  તને ગમતો નથી હું, ચાહત એ કે મરી જાઉં 
  તું બદલી ગઈ એટલી, તો બોલ શું વાત છે 
  મળી ગયું હોય બીજું તો, હું પોતે તારાથી દૂર જાઉં 

  શું છે કમી એ બતાવ, મને ખબર તો પડે 
  કેમ કરી ટી ભુલાવ્યો, એની જાણ તો પડે 
  હોય પૈસાની વાત તો, એ તો આવતા જતા રહે 
  અને બીજું શું દુઃખ છે, એની ભાન તો પડે 

  વખાણ કરતા તારી કદી, જબાન થાકતી નહોતી 
  નીરખતા નીરખતા નજર કદી, તારી લાજતી નહોતી 
  સમ્બન્ધ ટી એક જ વાર બણે, તે પોતે જ કહ્યું હતું 
  એ બધું તું ભૂલી ગઈ, પહેલા તો ભૂલતી નહોતી 

  બેવફા તું થાશે ખબર ન હતી 


  બેવફા તો છે દુનિયામાં પણ, તું થાશે એ ખબર ન હતી 
  પ્રેમ કર્યો દિલથી તને પણ, તું છોડી જશે એ ખબર ના હતી 
  સમ લીધા ને જે વાદા કર્યા, તું તોડી જશે એ ખબર ન હતી 
  કેમ ભૂલી ગયો કે હું સાચો છું, તું ખોટી નીકળશે એ ખબર ન હતી 

  છોડી દીધો હોત પહેલા જ હાથ, તો આ તકલીફ ન થતી 
  એમ અધવચ્ચે ન છોડતી તો, આ મુશ્કિલ ન થતી 
  શું કરું અને ક્યાં જાઉં, છે કોણ મારુ હું કોને બોલવું 
  બધા પાર થી ઉઠી ગયો ભરોસો, તું ન મળતી તો આ બબાલ ન થતી 

  બીક લાગે છે હવે તો, કોઈના થી વાત કરતાંય 
  તારા જેવા ન નીકળી જાય, વાર ના લાગે છેતરતાય 
  જા હવે શું છે બાકી, હું બરબાદ થઇ ગયો છું 
  તને ભૂલી ન શકું કદી, યાદ રાખીશ હું મારતાય 

  પ્રેમ કરવા ના પેહલા 


  પ્રેમ કરવા ના પેહલા, એક વાર વિચારજે 
  પ્રેમ કોઈ ખેલ નથી, આ મનને સમજાવજે 
  કર્યો, તો કર્યા પછી એને, ઉમ્ર ભર નિભાવજે 
  અને નિભાવી ન શકે તો, મારો સમય મત બગાડજે 

  પસંદ હોય તો જે છું તે છું, બદલવાનો નથી 
  હું મનમોજી આજાદ પાખરૂં, દબીને રહેવાનો નથી 
  પ્રેમ થી માંગશે તો તને, આ જાન પણ આપી દઉં 
  અને જોર જબરદસ્તી થી તો, હું હારવાનો નથી 

  છે કબૂલ વાત તો, બોલ સાથે રહીએ 
  આખી દુનિયાને આજે, સંગાથે કહીએ 
  કોણ રોકી શકે આ તો, બે દિલોની વાત છે 
  મંજૂરી કોઈની જોઈએ નહિ, હાથ માં હાથ મેલી ને મળીએ 

  ગમે તે મળતું નથી મળે એ ગમતું નથી 


  ગમે તે મળતું નથી ને, મળે એ ગમતું નથી 
  નસીબ માં જાણે શું છે લખેલું, કામ એકે જામતું નથી 
  અટકી ગયું છે કિસ્મત મારું, જોર લગાડતાંય ભમતું નથી 
  મનની મનમાં રાખું તો કાળજું બળે, ને બોલું તો કોઈ સાંભળતું નથી 

  લખેલું આ તકદીર માં, એને બદલશે કોણ 
  અંધારી જિંદગી માં મારી, દીવડો કરશે કોણ 
  ભટકી રહ્યો છું ઠોકર ખાતા, મને સંભાળશે કોણ 
  અને ભૂલી ગયો ક્યાં છે જવું, રસ્તો બતાવશે કોણ 

  થાકી ગયો છું હવે ઘણો, બે ડગલાં પણ ભરાય નહિ 
  રહી ગઈ મનની હોંશ બાકી, હવે મારાથી કાંઈ કરાય નહિ 
  જે ની પાછળ જિંદગી માં ભાગ્યો, ઝુઠું એ સ્વપ્ન હતું 
  વિખરી ગયું છે બધું હવે, મરાથી હવે સમેટાય નહિ 

  માઁ બાપ ની શાયરી 

  ઉપકાર તમારા એટલા છે, કે ગણી ન શકાય 


  ઉપકાર તમારા એટલા છે, કે ગણી ન શકાય 
  અને બેસું લખવા એને તો, એ લખી ન શકાય 
  જગ દેખાડ્યું જીવન આપ્યું, ભણાવી લખાવી મોટા કર્યા 
  અથાહ છે આશિષ તમારા, કર્જ કદી ઉતારી ન શકાય 

  હું નીકળું ઘર થી તો, તારી દુઆઓ સાથ હોય છે 
  મને આગળ વધવામાં તારી, માનતાઓ નો હાથ હોય છે 
  હું ક્યાં છું કાંઈ પણ, તારી વગર દુનિયાં માં એ માઁ 
  તારું જ અસ્તિત્વ છું હું અને, તારી જ વાત હોય છે 

  જેને નથી માઁ બાપ એની, દુનિયાં જોઈ લો 
  હોય ઘર માં માઁ બાપ તો, એમના પગ ધોઈ લો 
  દેવ પણ આપે છે ત્યારે, જેમાં માત પિતાની ઈચ્છા હોય 
  પૂજા કરતા પહેલા, એમના મુખ જોઈ લો 

  દીકરી શાયરી 

  એ દીકરી હોય છે 


  નાની હોય ત્યારે ઘરને મહેકાવે, એ દીકરી હોય છે 
  ખુશીયોની રમઝટ ઘરમાં સજાવે, એ દીકરી હોય છે 
  માઁ ની લાડલી બાપુજીની આંખલડી, એ દીકરી હોય છે 
  બધા માટે હેત મનથી છલકાવે, એ દીકરી હોય છે 

  ક્યાંય બેન બણી ને, રક્ષા નું બંધન બાંધે 
  અને પરણી જાય તો, બીજા ઘરની પણ ખુશી માંગે 
  જ્યાં સુધી તે ઘરમાં છે, ત્યાં સુધી તો આપણી 
  પણ કેમ ભુલાય કે પારકી હોય, ઘરમાં રાખતા ના જામે 

  બે ઘરની મર્યાદા, એ લઈને ચાલે છે 
  છોડતા પિહારીયુ, પ્રેમ થી નિહાળે છે 
  બા બાપુજી ની લાડકી, ભાઈની વ્હાલી હોય 
  દુઃખ કેટલું પણ હોય તો, સંબંધો ને પાળે છે 

  ગુજરાતી દેશભક્તિ શાયરી 

  આજાદી આપનારા

  આફત માં જેની હરદમ, જાન હોય છે 
  ગોળીયો ખાઈને પણ, મોઢે મુસ્કાન હોય છે 
  સલામ કરીએ આવો, એવા ભારત ના લાલ ને 
  જેને ઝનડા નું માં છે, તે જ એની શાં છે 

  આજાદી આપનારા વીરોનું, સમ્માન હોવું જોઈએ 
  ખાલી ના જાય એમનું બલિદાન, એમનું માં હોવું જોઈએ 
  ઉભા છે આજે સીમા પર, એનું નામ હોવું જોઈએ 
  દરેક કામ કરતા પહેલા, એમને સલામ હોવું જોઈએ 

  આઝાદી મળી નથી, લેવી પડી, તો એને કાયમ રાખજો 
  માઁ ના લાલ બેન ના ભાઈ ગયા, તો એને ટકાવી રાખજો 
  અને આવી પડે કોઈ મુસીબત, આપણા દેશ પર તો 
  જાનની પરવાહ ના કરતા, દેશને બચાવી રાખજો 

  આઝાદી નો રંગ

  આઝાદી નો રંગ, ગેરો હોવો જોઈએ 
  આંખોમાં દેશભક્તોનો, ચેહરો હોવો જોઈએ 
  વંદે માતરમ ને જય હિન્દ, કહેતા પહેલા 
  દરેક નાગરિક, હિન્દુસ્તાની હોવો જોઈએ 

  જાત શું ધર્મ શું અને, ઠેકાણું તારું ક્યાં છે 
  એવું અમો પૂછતાં નથી, ભારત મારુ જ્યાં છે 
  દિલમાં દેશભક્તિનો, સાગર મારે હિંડોળા 
  પારકા ને પોતાના બનાવીએ, અરે ભારત મારુ ત્યાં છે 

  દેશ નું ખાઓ છો તો, દેશની જ વાત કરો 
  બીજાને કહેતા પહેલા, પોતાનું મન સાફ કરો 
  અમે તો છીયે ભારતવાસી, આ જ અમારું ઘર છે 
  માનતા હો એટલું તો, પછી ભારત ની વાત કરો 
  Hitesh Choudhary

  हितेश चौधरी गीतकार है, राइटर है जो यहाँ पर शायरी, कविता और आर्टिकल भी लिखते है. आप जुड़ सकते है हमसे किसी भी सोशल प्लेटफार्म पर, ज्यादा जाने निचे दिए लिंक पे क्लिक करके. youtube twitter instagram facebook pinterest

  Post a Comment (0)
  Previous Post Next Post